રાફેલ મામલે દમણ ભાજપે રાહુલ ગાંધી વિરૂદ્ધ કર્યુ પ્રદર્શન - દમણ ન્યુઝ
દમણ: દેશના સંરક્ષણને લગતા રાફેલ ફાઇટર પ્લેન ખરીદવાના મુદ્દે કોંગ્રેસ પાર્ટીના રાહુલ ગાંધીએ અપમાનજનક શબ્દો કહ્યા હતાં. જેને પગલે ભાજપના નેતાઓમાં રોષ જોવા મળ્યો હતો. જેમાં ભાજપ દ્વારા ઠેરઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત દમણ ભાજપે પણ રાહુલ ગાંધી સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.જે અંતર્ગત દમણના રાજીવ ગાંધી સેતુ ખાતે દમણ ભાજપના કાર્યકરો, સાંસદ સહિતના નેતાઓએ ઉપસ્થિત રહી બેનર અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભાજપ કાર્યકરોએ રાહુલ ગાંધીએ રાફેલ અંગે કરેલા નિવેદનોની જાહેરમાં માફી માગે તેવી માગ કરી હતી.