ભુજ નગરપાલિકાના વૉર્ડ નંબર 10માં ભાજપના ઉમેદવારોએ કર્યો ડોર ટુ ડોર પ્રચાર - સાત્વિકદાન ગઢવી
કચ્છ : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તમામ પક્ષોએ પોતાની દાવેદારી નોંધાવી અને હવે ચૂંટણી અંગેની જાહેર સભાઓ અને પ્રચાર-પ્રસાર શરૂ કરી દીધાં છે. જ્યારે ભુજ નગરપાલિકાના વૉર્ડ નંબર 10ના ભાજપના ઉમેદવારોએ ડોર ટુ ડોર અને પેનલ ટુ પેનલ મતદાન કરવા માટેની અપીલ કરી હતી. આ ડોર ટુ ડોર કાર્યક્રમમાં ભાજપના કાર્યકર્તાઓ અને ઉમેદવારના ટેકેદારો ઉપસ્થિત રહ્યાં હતાં. ભુજ નગરપાલિકાના વૉર્ડ નંબર 10ના ઉમેદવારો ઘનશ્યામ ઠક્કર, કશ્યપ ગોર, રસીલા પંડ્યા અને રેહાનાએ સ્થાનિક લોકોને પેનલ ટુ પેનલ મત આપીને ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવવા માટે અપીલ કરી હતી.