"વાયુ" વેરાવળથી 720 km દૂર, દરિયાકાંઠાના ગામોમાં ઍૅલર્ટ
ગીરસોમનાથ: ગીરસોમનાથ ડેપ્યુટી કલેક્ટર એચ.આર.મોદીએ પ્રેસ કોન્ફોરન્સ કરી હતી. જેમાં વેરાવળ બંદરથી 720 કિલોમીટર દૂર અરબી સમુદ્રમાં સર્જાયેલ વાવાઝોડા "વાયુ"ના પગલે ગીરસોમનાથ જિલ્લા તંત્ર ખડેપગે છે. એની માહિતી આપી હતી. નેશનલ ડિઝાસ્ટર રેસ્કયુ ફોર્સની 2 ટીમ ગીરસોમનાથને ફળવાઇ છે. બપોરે 2 વાગ્યા સુધીમાં NDRFની 1 કંપની વેરાવળ પહોંચશે. દરિયાકિનારાના 40 જેટલા ગામોને એલર્ટ કરાયા છે. હાલ સ્થળાંતર કરવાની પરિસ્થિતિ માટે તમામ વ્યવસ્થા સ્ટેન્ડબાય કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે, વેરાવળમાં 12 જૂન મોડી રાત્રે અને 13 જૂનના રોજ વાવાઝોડું "વાયુ" ત્રાટકી શકે છે. ગીરસોમનાથ જિલ્લા કલેક્ટર અજય પ્રકાશની અધ્યક્ષતામાં આજે ગીરસોમનાથમાં તમામ વિભાગના આધિકાઓની મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં વાવાઝોડાને પગલે રેસ્ક્યુ, બચાવકામગીરી, ફૂડપેકેટ અને વાવાઝોડા બાદની તારાજીને પહોંચી વળવાના પ્લાન ગડાયા હતાં.