વડાપ્રધાન મોદીમાં જોવા મળી પક્ષી પ્રેમી નરેન્દ્રની ઝલક - Children Nutrition Park
નર્મદા : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નર્મદા નદીના કિનારે આવેલા કુદરત સાથે એકતાના સંદેશ સાથે બનેલી જંગલ સફારીની મુલાકાત કરી હતી. જેમાં તેમને 7500 સ્ક્વેર મીટર, 15 મીટર ઉંચા, 150 મીટર લાંબો, 50 મીટર પહોળા પક્ષી ઘરની મુલાકાત લીધી હતી. આ પક્ષી ઘરમાં 30 પ્રજાતિના 500 પક્ષીઓ છે. આ પક્ષીઓના ખોરાક માટે 30 છોડ વાવવામાં આવ્યા છે. આ પક્ષીઘરમાં નરેન્દ્ર મોદીએ પોતાના હાથ પર બે પોપટ બેસાડ્યા હતા. આ સમયે એક પોપટ તેમની હાથ પરથી હટતો ન હતો, જે તેમના પ્રેમાળ સ્વભાવને આભારી છે.