Kidnapping In Dwarka: દ્વારકા જિલ્લાના ખંભાળિયામાંથી એક યુવકે કર્યુ સગીરાનું અપહરણ
દેવભૂમિ દ્વારકા: જિલ્લામાં ખંભાળિયાના એક વિસ્તારમાંથી એક યુવાને 17 વર્ષીય સગીરાનું અપહરણ (Kidnapping In Dwarka) કરવાની ઘટના બની હતી. જેમાં સગીરાના વાલીએ બદકામ કરવાના ઈરાદેે આ અપહરણ (A girl was abducted In Dwarka) કરાયું હોવાની ફરિયાદ નોંધાવી હતી. આ મામલાની ગંભીરતાને લઈ ખંભાળિયા પોલીસે પોકસો એક્ટ 2012ની કલમ 18 સહિત IPCની કલમ 363,366 મુજબ ગુનો નોંધી આરોપીને પકડવા અને સગીરાને આરોપીના ચંગુલમાંથી મુક્ત કરાવવા ચક્રો ગતિમાન કર્યા હતા. હવે એ જોવાનું રહ્યું કે પોલીસ કેટલા દિવસમાં સગીરાને આ આરોપીના સિકંજામાંથી મુક્ત કરાવે છે.