ગટરના પાણીમાં શાકભાજી ધોવા બદલ વ્યક્તિ સામે નોંધાયો કેસ - washing vegetables in drain water
વર્ધા (મહારાષ્ટ્ર): હિંગણઘાટ શહેરના MNS ચોકના ગટરના પાણીમાં શાકભાજી ધોવાતા (washing vegetables in drain water) હોવાનો એક ચોકાવનારો વીડિયો સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા ખૂબ પર વાયરલ થઈ (Viral Video Of Maharashtra) રહ્યો છે. આ વીડિયો વાયરલ થતા શહેરના લોકોમાં રોષની લાગણી ઉભી થઈ હતી જેના કારણે વહીવટી તંત્રએ એ તરફ પોતાનું ધ્યાન દોર્યું હતું. આ રીતે લોકોના સ્વાસ્થ્ય સાથે રમત કરનાર વ્યક્તિને શોધીને હિંગાઘાટ પોલીસે તેની સામે કેસ નોંધ્યો છે. આ વીડિયો વાઈરલ થતા જ હિંગાઘાટ શહેરમાં સનસનાટી મચી ગઈ હતી. નગરપાલિકાના વહીવટદાર સતીષ મિસાલે લોકોના જીવ સાથે રમત કરનાર શાકભાજી વેચનાર સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે વીડિયોમાં દેખાતા લોકોને પણ શોધી કાઢ્યાં હતા. છેલ્લા કેટલાક દિવસોથી આ પ્રકારનો સિલસિલો ચાલી રહ્યો હોવાની દલીલો કરવામાં આવી રહી છે. એક વ્યક્તિએ વીડિયો ઉતાર્યો હતો જેના કારણે આ ઘટના સામે આવી હતી. આ વીડિયો કોણે શૂટ કર્યો છે તે હજુ સુધી જાણી શકાયું નથી.