5 વર્ષના જુનિયર મોદીને યાદ છે PM મોદીના A ટુ Z પ્રોજેક્ટ, જૂઓ વીડિયો
સુરત : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi visit In Surat) આજે સુરતની મુલાકાતે છે ત્યારે જનસભામાં લાખોની સંખ્યામાં જનમેદની તેમની એક ઝલક જોવા માટે ઉમટી પડી હતી. સભામાં વડાપ્રધાન મોદીના એક નાનો ચાહક 5 વર્ષનો ઋષિ પુરોહિત (5 Year Old Junior Modi) પણ સામેલ હતો. ઋષિએ લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું કારણ કે, તે નાનો મોદી બનીને આવ્યો હતો. ઋષિ રાજસ્થાનના સિરોહીના જાવલ ગામનો છે. હાલ સુરતના પર્વત ગામમાં રહે છે. ઋષિ મોદીજીનો જબરો ફેન છે અને તેમને મોદીજીની તમામ યોજના યાદ છે. ટીવી પર સ્વતંત્રતા પર્વના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભાષણ સાંભળીને તે ત્યારથી જ વડાપ્રધાન મોદીનો ફેન બની ગયો હતો. તેને વડાપ્રધાનના અનેક ભાષણો પણ યાદ છે. ઋષિના પિતા ઈલેક્ટ્રીકની દુકાન ધરાવે છે.