બાલાસિનોરમાં ઈદે-મિલાદની ઉજવણી કરાઈ
બાલાસિનોરઃ મહિસાગર જિલ્લામાં ઇદે મિલાદ પર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી, બાલાસિનોર શહેરમાં મુસ્લિમ બિરાદરોએ મોહમદ પયંગમ્બર સાહેબના જન્મદિન નિમિત્તે ઝુલુસ કાઢવામાં આવ્યું હતું. મુસ્લિમ સમાજના બિરાદરોએ રવિવારે ઈદ નિમિત્તે એકબીજાને ભેટી ઇદ મુબારક પાઠવ્યા હતા.મુસ્લિમ બિરાદરોએ આ યાત્રાને હિન્દૂ અને મુસ્લિમ એકતા અને ભાઈ ચારાના સંદેશ સાથે ગણાવી હતી.