પાટણમાં યોગ સંવાદ કાર્યક્રમ યોજાયો - ગુજરાત રાજ્ય યોગ બોર્ડ
પાટણઃ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા જિલ્લા રમતગમત અધિકારીની કચેરી પાટણના સહયોગથી પાટણ જિલ્લાના યોગ ટ્રેનર અને યોગ કોચ સાથે યોગ સંવાદ કાર્યક્રમ યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગરના ચેરમેન શીશપાલજીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં 170 યોગ કોચ અને ટ્રેનરનુ સન્માન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગરના ચેરમેન જણાવ્યું હતું કે, નિરંતર યોગ પ્રાણાયમ કરવાથી શારીરિક માનસિક તંદુરસ્તી ઉપરાંત વ્યસનમાંથી મુક્તિ મળે છે. આ સાથે ઘરમાં થતા ઝગડાનું પણ નિવારણ લાવી શકાય છે.