જામનગરના લાલપુરમાં વિશ્વ વસ્તી દિવસની ઉજવણી નિમિતે રેલી યોજાઈ - gujarati news
જામનગરઃ શહેરમાં વિશ્વ વસ્તી દિવસની રેલી સ્વરૂપે ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન રેખાબેન ગજેરા દ્વારા રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું તેમજ વસ્તી વધારાની સમસ્યાને કારણે ઉત્પન્ન થનાર વિકટ પરિસ્થિતિનો ચિતાર આપી ઉપસ્થિત લોકોને કુટુંબ કલ્યાણ કાર્યક્રમ દ્વારા દેશના સર્વાંગી વિકાસમાં સહભાગી થવા માટે આરોગ્ય સમિતિના ચેરમેન દ્વારા હાકલ પણ કરવામાં આવી હતી.