રાજકોટ મનપા દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગારી હાથ ધરાઈ - કલેક્ટર
રાજકોટઃ રાજકોટ કલેક્ટર કચેરી દ્વારા મંગળવારના રોજ શહેરના વિવિધ વિસ્તારમાં સરકારી પ્લોટ પર ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં ખાસ કરીને મવડી વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી 14 જેટલા સરકારી પ્લોટ પર ગેરકાયદેસરનું દબાણ કરવામાં આવ્યું હતું. જેને કલેક્ટર તંત્ર દ્વારા પોલીસ અને PGVCLના સ્ટાફને સાથે રાખીને સરકારી પ્લોટમાં ગેરકાયદેસરનું કરવામાં આવેલું બાંધકામને તોડી પાડવામાં આવ્યું હતું. જેમાં અંદાજીત 3 હજાર ચોરસ મીટરની જમીનને ખાલી કરી કબ્જો મેળવાયો હતો.