પાટણમાં મહિલાના બેભાન કરી બે ઇસમોએ દાગીના લૂંટ્યા - thief absconding
પાટણઃ શહેરના રાજકા વાડા વિસ્તારમાં આવેલી રામશેરી ખાતે રહેતા ભાવનાબેન મોદી મંગળવારે શહેરના જુના બસ સ્ટેશન નજીકથી કામ અર્થે જઈ રહ્યા હતા. આ દરમિયાન બે અજાણ્યા ઈસમોએ બસ સ્ટેશનથી તેમનો પીછો કરી તેઓને થોડે દૂર જઈ રસ્તો પૂછવાના બહાને ઉભા રાખી તેમની પર કેફી પદાર્થનો ઉપયોગ કર્યો હતો. જે કારણે મહિલા અર્ધ બેભાન થઈ ગઈ હતી. જે બાદ ગઠિયાઓએ મહિલાએ કાનમાં પહેરેલી સોનાની બુટ્ટી અને કાનશેર લઈ ફરાર થઈ ગયા હતા. થોડા સમય બાદ મહિલા ભાનમાં આવતા પોતાના ધરેણા ચોરાઈ ગયા હોવાની જાણ થતા આ મામલે એ ડિવિઝન પોલિસ મથકે ફરિયાદ નોંધાવી હતી. શહેરમાં ધોળા દિવસે બનેલી ચોરીની ઘટનાને કારણે મહિલાઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.