2020ને આવકારવા દીવમાં ઉમટ્યુ માનવ મહેરામણ - 2020ને આવકારવા દીવમાં ઉમટી માનવ મહેરામણ
દીવઃ આજે વર્ષનો અંતિમ દિવસ, બુધવારે નવું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે, ત્યારે વર્ષ 2019ને બાય બાય અને વર્ષ 2020ને આવકારવા માટે દુનિયાભરમાંથી પ્રવાસીઓનું સંઘ પ્રદેશ દીવમાં ઉમટવાની શરૂઆત થઈ ગઈ છે. ઠેર ઠેર માનવ મહેરામણ ઉમટી પડતા હાલમાં દીવના તમામ પર્યટન સ્થળો પ્રવાસીઓથી હાઉસફુલ જોવા મળી રહ્યા છે.