સરકારનાં પોકળ દાવા: ભર ઉનાળે પાણીથી ટળવળતો અ'વાદનો કાંઠા વિસ્તાર...
અમદાવાદ: રાજ્યભરમાં પાણી..પાણી..પાણીની બુમરાણ સંભળાઈ રહી છે. ક્યાંક વિરોધ થઈ રહ્યો છે. તો ક્યાંક પરિસ્થિતિ બદથી બત્તર બની ગઈ છે, પરંતુ અમદાવાદ કાંઠા વિસ્તારમાં આવેલા ગામો હજુ પણ પીવાના અને ખેતી લાયક પાણી માટે વલખા મારે છે, જ્યારે નળસરોવર બાજુના કાંઠા વિસ્તારમાં આવેલું એક એવું ગામ. જ્યાં એક બેડાં પાણી માટે મહિલાઓ ચાલીને કુવામાથી પાણી ખેંચવા મજબુર બને છે ત્યારે કેવી છે ભરપૂર પાણીની વાતો કરનારી આ સરકારનાં રાજમાં પાણીની સ્થિતિ તે જોઇશું આ અહેવાલમાં...