અરવલ્લીમાં કેનાલ સફાઈ કામગીરીના અભાવે પાણીનો વ્યય - Water wastage due to lack of cleanliness
અરવલ્લી : જિલ્લામા સિંચાઇ વિભાગ દ્વારા કેનાલની સફાઇની કામગીરીમાં લાલીયાવાડી ચલાવવામાં આવતા કેનાલ ઉભરાવાની ઘણી ઘટનાઓ સામે આવે છે. મોડાસાના બાયપાસ રોડ પર આવેલા ભેરૂડ રોડ પરની માઝુમ કેનાલના માઇનોર ગેટમાં લીલ અને કચરો ભરાઇ જવાથી હજારો લીટર પાણીનો વ્યય થયો હતો. કેનાલમાંથી પાણી બહાર નિકળવાની જાણ આસપાસના ખેડુતોને થતા કચરો બહાર કાઢવામાં આવ્યો હતો જો કે, ત્યાં સુધી વાહનોથી ધમધમતા રસ્તા પર પાણી પાણી ભરાઇ ગયુ હતું. પાણી ભરાઇ જવાને કારણે વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.