મોરબી જીલ્લાના 10 ડેમમાંથી 4 ડેમમાં નવા નીરની આવક - મચ્છુ ડેમ
મોરબીઃ જીલ્લામાં આખરે મેઘ મહેર થઈ છે. રવિવારથી વરસાદી માહોલ બાદ સોમવારથી ધીમી ધારે સર્વત્ર વરસાદથી મોરબી જીલ્લાના ડેમોમાં નવા નીરની આવક જોવા મળી છે. મોરબી જીલ્લાના 10 ડેમમાંથી 4 ડેમમાં નવા નીરની આવક થઈ છે. જેમાં વાંકાનેરના મચ્છુ 1 ડેમ 49 ફૂટની સપાટી ધરાવે છે, જેમાં 6 ફૂટ નવા નીરની આવકથી ડેમની સપાટી 28 ફૂટે પહોંચી છે. મચ્છુ 2 ડેમની 33 ફૂટની સંગ્રહક્ષમતા છે. જેમાં 3 ફૂટ નવા નીર સાથે 15.50 ફૂટ ડેમની સપાટી જોવા મળી રહી છે. તે ઉપરાંત ટંકારાના ડેમી 1 ડેમની 23 ફૂટની ક્ષમતા સામે 16 ફૂટ નવા નીરથી ડેમની સપાટી 16 ફૂટ પર પહોંચી છે. જીલ્લામાં સર્વત્ર મેઘમહેરથી ખેડૂત સહિતનાઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.