વડોદરા પોલીટેક્નિક કોલેજ ખાતે બેલેટ પેપરની ગણતરી શરૂ... - VDR
વડોદરાઃ લોકસભા બેઠક પર બેલેટ પેપરની મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. ચૂંટણી પ્રક્રિયામાં ફરજ પર હાજર રહેવા માટે પહેલાથી સરકારી કર્મચારી પોસ્ટલ બેલેટ પેપર દ્વારા પોતાનું મતદાન કરે છે. ત્યારે વડોદરા લોકસભા બેઠક પર પોલિટેક્નિક કોલેજ ખાતે બેલેટ પેપરની મતગણતરી હાથ ધરવામાં આવી હતી. અંદાજે 5 હજારથી વધુ પોસ્ટલ બેલેટની ગણતરી હાથ ધરાઈ હતી. પોસ્ટલ બેલેટ બાદ ઇવીએમની મત ગણતરી હાથ ધરવામાં આવી હતી.