રાજ્યની "સિસ્ટમ સામે વિવેકે" સરકાર સામે આપી લડત, આખરે શું પરિણામ મળ્યું, જુઓ
અમદાવાદ : શાહીબાગ નજીક રહેતો વિવેકદાસ ધોરણ 10માં અભ્યાસ કરતો એક 16 વર્ષીય વિદ્યાર્થી છે. આ બાળકની રજૂઆત એટલી જ હતી કે, તેના નાના ભાઈ-બહેનને કેન્દ્રીય વિદ્યાલયમાં એડમિશન મળી જાય. આખરે અથાગ મહેનત પછી તેને સફળતા મળી. જેને લઈ તે ગુજરાત સરકારના તમામ પ્રધાનો અને અધિકારીઓને આભાર વ્યકત કરવા પહોંચી ગયો હતો. મહત્વનું છે કે આ બાળકનું સ્વપ્ન છે કે, તે IAS બને અને લોકોની સેવા કરે.