વીરપુરમાં જલારામ જન્મજયંતિ નિમિતે ઘરે ઘરે રંગોળી કરી ઉજવણી કરાઈ
રાજકોટઃ જિલ્લાના વીરપુરમાં "જ્યા ટૂકડો ત્યાં હરિ ઢુકડો" સૂત્રને સાર્થક કરનાર પૂજ્ય જલારામ બાપાની 220મી જન્મજયંતિને તેમજ પૂજ્ય બાપાએ શરૂ કરેલા સદાવ્રતને પણ 200 વર્ષ આગામી દિવસોમાં પૂર્ણ થાય છે. જેમને લઈને જલીયાણધામ વીરપુરમાં દીવાળી કરતા પણ વીશેષ માહોલ જોવા મળી રહ્યો છે, અને વીરપુરના સેવાભાવી યુવાનો દ્વારા પૂજ્ય જલારામ બાપાની 220 કિલોની વિશાળ કેક બનાવી પૂજ્ય બાપાની જન્મજયંતિ ઉજવણી કરવામાં આવી છે. વેપારીઓ દ્વારા દુકાનો, હોટેલો તેમજ વીરપુરવાસીઓ દ્વારા ઘેર-ઘેર આસોપાલવના તોરણ, કેળના પાન, રંગબેરંગી ધજાપતાકા, આંગણે રંગોળી, દિવડાઓ તેમજ લાઈટ ડેકોરેશનથી સુશોભીત કરવામાં આવ્યુ છે. જાણે વીરપુરમાં દિવાળીનો તહેવાર હોય તેમ વહેલી સવારથી જ ફટાકડાઓની આતસબાજી તેમજ જય જલિયાણના નાદથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.