CM રૂપાણીએ ધાર્મિક કાર્યક્રમમાં 'દીદી' પર કર્યા આકરા પ્રહાર - vadoara
વડોદરાઃ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ એક ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપી હતી. કાર્યક્રમમાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન પશ્ચિમ બંગાળની ઘટના વિશે પૂછતાં જણાવ્યું કે, દીદી પોતાનું માનસિક સંતુલન ખોઈ બેઠા છે, તેમના પગ નીચેથી જમીન સરકી રહી છે. દેશમાં દરેક રાજ્યોમાં ચૂંટણી શાંતિ પૂર્ણ રીતે યોજાઈ, પરંતુ પશ્ચિમ બંગાળમાં જ હિંસા થઈ. જોકે હાલ રાજ્યમાં પાણીની સમસ્યાને લઈને સરકાર ચિંતિત છે. જે આગામી દિવસોમાં તેનો હલ થશે.