ENGvsIND: જુઓ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહારનો નજારો
ન્યૂઝ ડેસ્કઃ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ઈંગ્લેન્ડ અને ભારતની ટેસ્ટ મેચ જોવા આવેલા દર્શકો મેચ જોઈને ખૂબ ખુશ થયા છે. મેચ જોવા આવેલા એક દર્શકે જણાવ્યું કે, તે પ્રથમ વખત મેચ જોવા આવ્યો હતો અને આ મેચ જોઈને તે ખૂશ થયો છે. આ સાથે જ આ મેચ માટે ઈન્દોરથી એક વ્યક્તિ ટી-શર્ટ અને કેપ વેંચવા આવ્યો હતો. જેમણે જણાવ્યું કે, તે દરેક મેચમાં આ સામગ્રીનું વેચાણ કરવા જાય છે. આ વ્યક્તિએ જણાવ્યું કે, તે મેચમાં પેઈન્ટિંગ કરવા અને આ તમામ વસ્તુઓનું વેચાણ કરવા 12 કલાક ઉભો રહે છે. આ સાથે જ દિલ્હીથી રાષ્ટ્રીય ધ્વજ વેંચવા આવેલા વ્યક્તિ સાથે ETV BHARATના સંવાદદાતાએ ચર્ચા કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, સવારથી એમના માત્ર 30 ધ્વજનું વેચાણ થયું છે અને તે સવારથી વેચાણ કરવા માટે ઉભો રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ છે. આ સાથે જ આ સ્ટેડિયમમાં 1,32,000 લોકો એક સાથે મેચ જોઈ શકે છે.