વડોદરામાં નવરાત્રીને લઈને ખેલૈયાઓમાં વિવિધ ટેટુનો ક્રેઝ
વડોદરા: સમગ્ર વિશ્વમાં યુવક, યુવતીઓમાં ટેટુનો ક્રેઝ વધી રહ્યો છે. નવરાત્રીમાં યુવતીઓ થીમ બેઝ નવા નવા ટેટુ કરાવી રહ્યા છે. ટેટુમાં પણ અલગ અલગ પ્રકારના હોય છે. ટેમ્પરવરી, પરમેનન્ટ અને વન ડે માટે. યુવકો માટે વાત કરીએ તો આર્મ બેન્ડ ટેટુ, લોર્ડ શિવા, લોર્ડ ગણેશા, ડિઝાઈનિંગ, નેમ ટેટુ ,ક્રાઉન કપલ ટેટુ, ટ્રાઈબલ ડિઝાઈન જ્યારે યુવતીઓ અને મહિલાઓ નાના ટેટુ પસંદ કરે છે. જેવા કે, સ્મોલ ટેટુ, ક્યૂટ ડિઝાઈન,બર્ડ્સ, બટર ફ્લાય, મિનિંગફૂલ ટેટુ. આ ટેટુ 24 શેડથી બનાવવામાં આવે છે. આ ટેટુની કિંમત જાણીએ તો સાઈઝ એટલે કે, ઇંચ પ્રમાણે 500 રૂપિયાથી માંડી લાખ રૂપિયા સુધીના હોય છે. લાખોના ટેટુની વાત કરીએ તો, ફૂલ બેક ટેટુ. શરીર પર ટેટૂ અથવા છૂંદણું પડાવવું જાણે એક ફેશન બની ગઈ છે. સંગીત કલાકારો, ફેશન મોડેલો, સ્પોર્ટ્સ હીરો અને ફિલ્મી હીરો-હીરોઈન પોતાના શરીર પરના ટેટૂને ખુલ્લી રીતે બતાવતા હોય છે. તેથી, તેઓનું જોઈને યુવાનિયાઓ પણ તેઓની નકલ કરવા પોતાના શરીર પર ભાત ભાતના છૂંદણાં કે ડિઝાઈન કરાવે છે. નવલા નોરતાની ઘડીઓ જ બાકી રહી છે. યુવાનો અને ખૈલૈયાઓમાં નવા નવા ટ્રેન્ડ જોવા મળે છે. ભાત ભાતની ચણીયા ચોળીઓ તેમજ વિવિધ ટેટુઓના ટ્રેન્ડ હાલ યુવાનોમાં જોવા મળી રહ્યો છે.