અમીરગઢ તાલુકાના વાઘોરીયા ગામે જીવાતવાળો ઘાસચારો ખાવાથી 9 પશુઓના મોત - animals died due to eating grass fodder with insects
બનાસકાંઠાઃ કોરોના મહામારીના સમયમાં અમીરગઢના વાઘોરીયા ગામના ભેમાભાઈ શાંખલા પશુપાલનનો વ્યવસાય કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. આ દરમિયાન રવિવાર વહેલી સવારે તેમને પોતાના 40 પશુઓને ઘાસચારો ખવડાવ્યો હતો. જેમાંથી 9 પશુઓને અચાનક ફૂડ પોઇઝનિંગની અસર થતાં ટપોટપ ઢળી પડ્યા હતા. પશુપાલકે તાત્કાલિક જાણ કરતા વેટરનરી ડૉક્ટર પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. જીવાત વાળો ઘાસચારો ખાવાથી 9 પશુના મોત થતા પશુપાલકને મોટુ આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.