વડોદરા : રોટરી ક્લબ બરોડા કલાનગરી દ્વારા વિજય વલ્લભ હોસ્પિટલને એન્ડોસ્કોપી મશીન ડોનેટ કરાયું - Rotary Club Baroda Kalangari donates endoscopy machine to Vijay Vallabh Hospital
વડોદરા : ગરીબ દર્દીઓને રાહતના દરે એન્ડોસ્કોપી થઈ શકે તેવા હેતુસર વડોદરાના જમનાબાઈ હોસ્પિટલ સામેની ટ્રસ્ટ દ્વારા સંચાલિત વિજય વલ્લભ હોસ્પિટલને રોટરી ક્લબ બરોડા કલાનગરી દ્વારા એન્ડોસ્કોપી મશીન ડોનેટ કરવામાં આવ્યું છે. રોટરી ક્લબ કલાનગરી અને સ્થાનિક દાતાઓની મદદથી લેટેસ્ટ ટેકનોલોજી ધરાવતું રૂપિયા 35 લાખના ખર્ચે ખરીદાયેલું મશીન વલ્લભ હોસ્પિટલને ડોનેટ કરાયું છે. જે મશીન વડોદરાનું એકમાત્ર મશીન છે. સામાન્ય રીતે એન્ડોસ્કોપીનો ખર્ચ 7000થી 8000 થાય છે. જે વિજય વલ્લભ હોસ્પિટલ દ્વારા માત્ર 3000ના ખર્ચે એન્ડોસ્કોપી કરી આપવામાં આવશે.