વડોદરામાં દર્દીના સ્વજને કોરોના રિપોર્ટ પર શંકા વ્યક્ત કરી હોસ્પિટલ સામે ગંભીર આક્ષેપો કર્યા
વડોદરા : કોરોનાની સારવાર કરી રહેલી મહાવીર હોસ્પિટલ સવાલોના ઘેરામાં આવી છે. જેમાં વાઘોડિયા રોડ ઉપર આવેલ કલાદર્શન ચાર રસ્તા નજીક મહાવીર હોસ્પિટલમાં હેમલતાબેનનો કોરોનાનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જ્યાં તેમના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે રિપોર્ટ આવતા તેમાં બીજી તારીખે સેમ્પલ લીધા હોવાનો ઉલ્લેખ તેમજ ઉંમર પણ રિપોર્ટમાં ખોટી નોંધવામાં આવી હતી. ત્યારે દર્દીના સ્વજને રિપોર્ટ પર શંકા વ્યક્ત કરી હોસ્પિટલ સામે ગંભીર આક્ષેપો કર્યા છે.
Last Updated : Aug 9, 2020, 8:52 AM IST