ગુજરાત

gujarat

ETV Bharat / videos

વડોદરાના છાણી ગામ ખાતે અયોધ્યામાં રામના મંદિરના શિલાન્યાસની બે ગજરાજ સાથે કરાઈ અનોખી રીતે ઉજવણી - સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન

By

Published : Aug 5, 2020, 10:52 PM IST

વડોદરા: 5મી ઓગસ્ટ બુધવારે અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરના નિર્માણના ભૂમિ પૂજન અંતર્ગત વડોદરા શહેરમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ત્યારે વડોદરા શહેરના છાણી ગ્રામજનો અને સાધુ-સંતોએ ભેગા મળીને અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિર નિર્માણના ભૂમિ પૂજનને લઈને અનોખી ઉજવણી કરવામાં આવી હતી. બે હાથી પર ભગવાન શ્રી રામના ફોટાને મૂકવામાં આવ્યો હતો. આ સાથે 500 કિલો શીરાના પ્રસાદનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સતીશ પટેલ પણ હાજર રહ્યા હતા. લોકોએ જય શ્રી રામના નારા લગાવી વાતાવરણ ગુંજવી મુક્યું હતું.

ABOUT THE AUTHOR

...view details