ગોંડલ: આશાપુરા ડેમમાંથી અજાણ્યા વૃદ્ધનો મૃતદેહ મળી આવતા ચકચાર
રાજકોટઃ ગોંડલ આશાપુરા ડેમમાંથી અજાણ્યા વૃધ્ધનો મૃતદેહ મળી આવ્યો છે. જેનું મોત એક-બે દિવસ અગાઉ થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ગોંડલ નગરપાલિકા અને ફાયરની ટીમે મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે. અજાણ્યો મૃતદેહ મળી આવવાથી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.