ભોગાવો નદીમાં યુવક ડૂબ્યા, 1 યુવકનો મૃતદેહ મળ્યો, બીજો લાપતા
સુરેન્દ્રનગરઃ જિલ્લામાં બે દિવસ સુધી પડેલા ભારે વરસાદને પગલે હાલ ભોગાવો નદી બે કાંઠે વહી રહી છે. ત્યારે શહેરની જિલ્લા પંચાયત પાસેથી પસાર થતી ભોગાવો નદીમાં બે યુવકો ડૂબ્યા હતા. ડૂબેલા બે યુવકો પૈકી એક યુવકનો મૃતદેહ સ્થાનિક તરવૈયાઓ અને પાલિકાની ફાયર ફાયટર ટીમે બહાર કાઢ્યો હતો. જ્યારે અન્ય યુવકની શોધખોળ ચાલુ છે. મામલતદાર, ચીફ ઓફિસર, પોલીસ સ્ટાફ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.