સુરત અગ્નિકાંડને પગલે ફાયર વિભાગના 2 અધિકારીઓ સસ્પેન્ડ
સુરત: સરથાણા ખાતે આવેલા તક્ષશિલા આર્કેટ અગ્નિકાંડમાં 22 લોકોના મૃત્યુ નીપજ્યા હતા. જેને પગલે ફાયર વિભાગના બે અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કમિશ્નર પર જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવાનું ભારે દબાણ હતું. મ્યુનિસિપલ કમિશ્નર થેંનારાસનને વરાછાના ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર કીર્તિ મોઢને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફી કરવાનો નિર્ણય કર્યો છે. આગામી દિવસોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની વરાછા ઝોન કચેરીના કેટલાક ટેક્નિકલ સ્ટાફના કર્મચારીઓ અને અધિકારીઓ પર આકરા શિક્ષાત્મક પગલાં ભરવામાં આવે તેવી સંભાવનાઓ છે. ખાસ કરીને તક્ષશિલા આર્કેટમાં જે ક્લાસિસના બાંધકામ સંદર્ભે પાલિકાના ચોક્કસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપર કાર્યવાહી થઈ શકે છે.