મોરબી: શુક્રવારે કોરોનાના વધુ 3 પોઝિટિવ કેસ નોંધાયા - ઈટીવી ભારત ગુજરાત
મોરબીઃ શહેર અને જિલ્લામાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. એક પણ દિવસ એવો જતો નથી, જે દિવસે કોરોનાના કેસો નોંધાયા ના હોય. જ્યારે શુક્રવારના સુધીમાં 81 કેસ નોંધાઈ ચુક્યા છે, જેમાંથી 5ના મોત થયા છે. મળતી માહિતી મુજબ મોરબીની પારેખ શેરીમાં રહેતા 85 વર્ષના વૃદ્ધાનો અને 62 વર્ષની મહિલાના તેમજ વિદ્યુત પાર્કમાં રહેતા 61 વર્ષના પુરૂષનો રાજકોટ ખાનગી હોસ્પિટલમાંથી સેમ્પ્લ લેવાયા હતો, જેના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. મોરબી સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધવા લાગ્યું છે. મોરબી શહેરમાં વધુ 3 કેસ પોઝિટિવ આવતા કુલ આંક 81 પર પહોચ્યો છે. તો આરોગ્ય તંત્રની ચિંતામાં પણ વધારો થયો છે.