સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમ પાસે ત્રણ વિરાટ કદના ડાયનાસોર મુકાશે - સ્ટેચ્યુ ઓફ યુનિટી
નર્મદા: આગામી 31 ઓક્ટોબર સ્ટેચ્યુ ઓફ યુનિટીની વર્ષગાંઠ હોવાને કારણે પ્રથમ વર્ષગાંઠની ઉજવણી કરવા ગુજરાત સરકારની ટીમો રાત દિવસ કામે લાગેલી છે. ત્યારે વિવિધ 30 પ્રોજેક્ટો બનાવવાની કામગીરી પણ યુદ્ધના ધોરણે ચાલે છે. સ્ટેચ્યુથી નર્મદા ડેમ તરફ જતા રીવર બેડ પાવર હાઉસની ટેકરી પર ત્રણ નાના-મોટા ડાયનાસોર મુકવામાં આવશે. આમ સફારી જંગલનો રિયલ લૂક લાગે માટે આ ડાયનાસોર બહાર મુકવામાં આવશે. આ ડાયનાસોરના કારીગરો સ્પેશિયલ કોલકાત્તાથી બોલાવવામાં આવ્યા છે.