રત્ન કલાકારો મુશ્કેલીમાં, કોરોનાને લઇ અગમચેતીના કોઇ પગલા નહીં
સુરત: કોરોના વાયરસના કારણે તંત્ર દ્વારા અગમચેતીના પગલાં ભરવામાં આવી રહ્યા છે. પરંતુ હીરા ઉદ્યોગમાં કામ કરતા રત્ન કલાકારો માટે કોઈ પણ પ્રકારના અગમચેતી અથવા તો સાવચેતીના પગલાં ભરવામાં આવ્યા નથી. જે આક્ષેપ સુરત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા કરવામાં આવ્યા છે. ડાયમંડ વર્કર યુનિયન દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રત્ન કલાકારોને એક મહિનાનું વેકેશન અને પગારની માગ સાથે રજૂઆત કરવામાં આવી છે. યુનિયન દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ અંગે રાજ્યના મુખ્યપ્રધાનને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી. જો માગ નહીં સંતોષાય તો ધરણા કરવા સુરત ડાયમંડ વર્કર યુનિયને ફરજ પડશે.