દ્વારકા જગતમંદિરમાં ફોટોગ્રાફી કરતા યુવાનોએ દ્વારકા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું - Dwarka Province Officer N.D. Bhetaria
દેવભૂમિ દ્વારકા: લોકડાઉન દરમિયાન કલેક્ટરની ગાઈડલાઈન મુજબ દ્વારકાધીશ મંદિર પરિસરમાં ફોટોગ્રાફીની મનાઈ ફરમાવવામાં આવતા ગત 7 માસથી આ ફોટોગ્રાફરોને ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. અમૂક ફોટોગ્રાફરો પરિસર ખાતે ફોટોગ્રાફી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હોવાથી ફોટોગ્રાફી સિવાય અન્ય કોઈ પણ ધંધા રોજગારમાં જવું પણ મુશ્કેલ બન્યું છે, જ્યારે અમૂક ફોટોગ્રાફર પોતાના ધંધા-રોજગાર માટે લોન ઉપર અને ફાયનાન્સ કંપનીના આધારે ફોટોગ્રાફીના સાધનો વસાવેલા હોવાથી ગત સાત માસથી હપ્તા પણ ભરી શકતા નથી. જેથી ફોટોગ્રાફર દ્વારા આવી પડેલી મુશ્કેલીનો યોગ્ય રસ્તો કાઢવા માટે દ્વારકા પ્રાંત અધિકારીને લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી. ફોટોગ્રાફરની વાત સાંભળીને દ્વારકા પ્રાંત અધિકારી એન.ડી.ભેટારીયાએ તેમને આશ્વાસન આપ્યું હતું કે, ટૂંક સમયમાં યોગ્ય નિર્ણય લેવામાં આવશે.