અમદાવાદ: અજાણ્યા પર વિશ્વાસ કરવો પડ્યો ભારે, એક યુવક ફ્રોડનો ભોગ બન્યો
અમદાવાદ: આંખ ઉઘાડતો કિસ્સો શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં સામે આવ્યો છે. જ્યા પીજીમાં રહેતા એક યુવકે અન્ય યુવક પર વિશ્વાસ કર્યો હતો. જેના કારણે 2.46 લાખની છેતરપિંડીનો ભોગ બન્યો હતો. નિશિત પ્રજાપતિ નામના વ્યક્તિએ તેની પીજીમાં રહેતા રોહિત બંસલ નામના વ્યક્તિ સાથે ઓળખાણ થઇ હતી અને પીજીમાં રહેતા રોહિત બંસલે નિશિત પ્રજાપતિ પાસેથી તેના મિત્ર એકાઉન્ટમાં પૈસા નાખશે તે માટે તારો એકાઉન્ટ નંબર જોઈએ છે. તેમ કહીને એકાઉન્ટ નંબર મેળવીને ફરિયાદીના નામે બારોબાર ઓનલાઇન લોન મેળવી 2,46,000 જેટલા રૂપિયા ઉપાડી છેતરપીંડી કરી સાથે જ ફરિયાદીના ભોળપણનો લાભ લઈને તેની જાણ બહાર તેના નામું ક્રેડિટકાર્ડ બનાવી ક્રેડિટ કાર્ડમાંથી બારોબાર 41 હાજર રૂપિયા ઉપાડી લઇ છેતરપીંડી આચરી હતી. સમગ્ર મામલો ત્યારે બહાર આવ્યો જ્યારે ફરિયાદીની જાણ બહાર 3 અલગ-અલગ લોન અને ક્રેડિટ કાર્ડ મેળવ્યું હોવાનો મોબાઈલ ફોનમાં મેસેજ મળ્યો. વસ્ત્રાપુર પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
Last Updated : Mar 17, 2020, 4:25 AM IST