ભરૂચની ઐતિહાસિક કોટની દીવાલ ધરાશાયી, કોઈ જાનહાની નહીં
ભરૂચ: જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે ઐતિહાસિક કોટની દીવાલનો કેટલોક ભાગ ધરાશાયી થતાં દોડધામ મચી હતી. જિલ્લામાં ગત 3 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે શહેરના પારસીવાડ વિસ્તારમાં આવેલા ઐતિહાસિક કોટની દીવાલનો કેટલોક ભાગ ધરાશાયી થયો છે. જો કે, સદનસીબે કોઈ જાનહાની થઇ નથી. ઉલ્લેખનીય છે કે, ભરૂચમાં દુશ્મનોના હુમલા અને નર્મદા નદીના પૂરથી બચવા રાજા સિદ્ધરાજ જયસિંહે ઈ.સ.1143માં 3 કિલોમીટર લાંબા 45 ફૂટ ઊંચા અને 15 ફૂટ પહોળા આ કોટનું નિર્માણ કર્યું હતું. જો કે, તંત્ર અને અંગાર સેવા સદનના ઉદાસીન વલણના કારણે ઐતિહાસિક કોટ જર્જરિત બન્યો છે.