જૂનાગઢના કેશોદમાં ચોરીના બનાવો વધીતા એસ.પીએ મુલાકાત લીધી - પ્રદિપસિંહ જાડેજા
જૂનાગઢઃ જિલ્લાના કેશોદમાં ચોરીના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે, જેથી જૂનાગઢના ઇન્ચાર્જ એસ.પી દ્વારા કેશોદની મુલાકત લીધી હતી. ઇન્ચાર્જ એસ.પી પાસે વેપારીઓ દ્વારા જી.આઇ.ડી.સી વિસ્તારમાં પોલીશ ચોકી ઉભી કરવા માંગણી કરવામાં આવી છે. ખાસ તો છેલ્લા દોઢ વર્ષમાં 6થી 7 ચોરી જી.આઇ.ડી.સી વિસ્તારના કારખાનાઓમાં થયેલ છે અને રોકડ તેમજ ફર્નિચરની ભાંગતોડ કરી વેપારીઓને બરબાદ કરી નાખતા આખરે વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે, જેથી જૂનાગઢના ઇન્ચાર્જ એસ.પી પ્રદિપસિંહ જાડેજાને રજૂઆતો કરતા આખરે સોમવારના રોજ એસ.પી દ્વારા કેશોદના જી.આઇ.ડી.સી વિસ્તારના વેપારીઓ સાથે બેઠક યોજી હતી અને આ બાબતે પોલીસને કડક કાર્યવાહી કરવાની સુચના આપવામાં આવી છે.