વાપીમાં પંતગ મહોત્સવ ઉજવાયો, આકાશમાં જામ્યા અનોખા રંગ
વાપીઃ 14 જાન્યુઆરીએ રાજ્યભરમાં ઉતરાયણનો તહેવાર ઉજવાય છે. ત્યારે અમદાવાદ જેવા શહેરોમાં ઉતરાયણના થોડા દિવસો અગાઉથી જ પતંગ મહોત્સવની શરૂઆત થઇ જાય છે. જે અંતર્ગત વાપીમાં પણ પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પતંગરસિયાઓએ મનભરીને પતંગો ઉડાવી હતી અને આકાશને રંગબેરંગી પતંગોથી સજાવ્યું હતું.