ગુજરાત

gujarat

ETV Bharat / videos

કમોસમી વરસાદથી ગીર સોમનાથના ખેડૂતોને નુકસાન - Agriculture Officer Gir Somnath

By

Published : Nov 17, 2019, 1:24 PM IST

ગીર સોમનાથ: કમોસમી વરસાદથી ખેતીમાં ભારે નુકસાન થયું છે. જેમાં 1182 ખેડૂતોને 33 ટકાથી વધુ નુકસાની થઈ છે. ખેતીવાડી અધિકારીએ ઇટીવી ભારતને માહિતી આપતા જણાવેલ હતું કે, ગીર સોમનાથમાં 28 ઓક્ટોબરથી 7 નવેમ્બર સુધી વરસેલા કમોસમી વરસાદથી મગફળી કપાસ અને કઠોળમાં ભારે નુકસાન થયું છે. જિલ્લાની ટીમો દ્વારા સર્વે કામગીરી ચાલી રહી છે. હાલ 12352 અરજી ખેડૂતોની મળી છે. જેમાં 1623 અરજીનો નિકાલ કરાયો છે. જેમાં 33 ટકાથી વધુ નુકસાન સામે આવ્યું છે. 1લાખ 23 હજાર 330 હેકટરમાં વાવણી દરમ્યાન 11671 હેક્ટરમાં ભારે નુકસાન થયું છે. હાલ સર્વે ચાલે છે. અઠવાડીયા બાદ સાચો આંક બહાર આવી શકશે.

ABOUT THE AUTHOR

...view details