દુષ્કર્મ આચરનારા આરોપીને મહુવા કોર્ટે 10 વર્ષની સજા ફટકારી - ભાવનગર લેટેસ્ટ ન્યૂઝ
ભાવનગરઃ મહુવા કોર્ટ દ્વારા વર્ષ-2018 માં દુષ્કર્મ અચરનારા આરોપીને 10 વર્ષની કેદ અને પંદર હજાર રોકડ રકમના દંડની સજા ફટકારી છે. આરોપી દ્વારા સગીરા પર અલગ-અલગ જગ્યાઓ પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદના આધારે કોર્ટમાં કેસ દરમિયાન આરોપી વિરુધ્ધ ગુનાઓ સાબિત થતા કોર્ટે દ્વારા સજા ફટકારવામાં આવી છે. મહુવાના શાંતીનગર ખાતે રહેતા આરોપી પ્રવિણ ઉર્ફે પરુ વિઠ્ઠલભાઈ પીપળીયાએ જે બે બાળકોનો પિતા છે અને વર્ષ 2018 માં સગીરાને ફોસલાવી જુદી જુદી જગ્યાએ લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. સગીરા આ અંગેની ઘટનામાં થયેલી ફરિયાદ મુજબનો ગુનો મહુવામાં નોંધાવ્યો હતો. જે કેસમાં કોર્ટે આરોપીને સજા ફટકારી છે.