વડોદરા: 31 જુલાઈ સુધી કુબેર ભંડારી મંદિર બંધ રહેશે
વડોદરાઃ જિલ્લાના ડભોઇ તાલુકાના કરનાડી સ્થિત વિશ્વના એકમાત્ર કુબેર ભંડારી તીર્થમાં સોમવારે જિલ્લા પ્રશાસન દ્વારા દર્શનાર્થીઓ માટે મંદિરના દ્વાર બંધ કરવામાં આવ્યા હતા. જે બાદ વ્યવસ્થાપક મંડળ સાથે ચર્ચા કર્યા બાદ તારીખ 31 જુલાઈ સુધી મંદિરના દ્વાર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ અંગે કુબેર ભંડારી ટ્રસ્ટના વ્યવસ્થાપક રજની પંડ્યા જણાવ્યું કે, રાજ્ય સરકારની સૂચના પ્રમાણે મંગળવારે અમાસના દર્શન અને શ્રાવણ મહિના દરમિયાન રાજ્ય સરકારની સૂચના પ્રમાણે 31 જુલાઈ સુધી કુબેર ભંડારી મંદિર ભાવિક ભક્તો માટે બંધ રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત પૂજા વિધિ કે અન્ય ધાર્મિક વિધિ પણ મંદિર ખાતે કરવામાં આવશે નહીં. આ સાથે જ ધર્મશાળા અને ભંડારો પણ બંધ રહેશે.