જામનગર: કિસાન સંઘ ખેડૂત મહાસંમેલન યોજી સરકારનો વિરોધ કરશે
જામનગર: રાજ્યમાં આ વર્ષે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જામનગર પંથકમાં ભારે વરસાદ પડવાના કારણે અતિવૃષ્ટિ થઇ છે. જે બાદ જગતના તાતની હાલત કફોડી બની છે. કિસાન સંઘે સર્વે કરાવીને ખેડૂતોને તાત્કાલિક વળતર ચૂંકવવામાં આવે તેવી માગ કરી છે. કિશાન સંઘના પ્રમુખે કહ્યું કે, જો રાજ્ય સરકાર ખેડૂતોની માગ નહીં સ્વીકારે તો આગામી એક મહિના બાદ રાજકોટ ખાતે સૌરાષ્ટ્રનું ખેડૂત મહાસંમેલન યોજવામાં આવશે અને સરકારનો વિરોધ કરવામાં આવશે..કિસાન સંઘે વિવિધ નવ મુદ્દાઓને લઇને મામલતદારને આવેદન પત્ર આપ્યું હતું.