ભુજની APMC માર્કેટમાં અનાજ વિભાગ 6 દિવસ સુધી બંધ રહેશે - ભુજ સમાચાર
કચ્છ : માર્ચ એન્ડીંગના કારણે ભુજની APMC માર્કેટ આજે શુક્રવારથી બંધ કરવામાં આવી છે. ભુજમાં આવેલી ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિમાં અનાજ વિભાગ આજથી બંધ કરી દેવાયો છે. સતત 6 દિવસ માટે APMCમાં અનાજ વિભાગ બંધ રહેશે. જેથી 1 એપ્રિલથી APMCમાં અનાજ વિભાગમાં હરરાજી શરૂ કરાશે. શાકભાજી વિભાગ રાબેતા મુજબ ચાલુ રહેશે. APMCના સેક્રેટરી શંભુભાઈ બરાડીયાએ જણાવ્યું કે, માર્ચ એન્ડીગ હોવાથી હિસાબ કિતાબને પૂર્ણ કરવા માટે APMC બંધ રાખવામાં આવી છે. 6 દિવસ બાદ ખેડૂતો બજારમાં આવીને માલનું વેચાણ કરી શકશે. અગવડતા ટાળવા દિવસમાં બે વખત હરાજી કરવામાં આવશે.