રાજકોટ: ગોંડલ માર્કેટિંગ યાર્ડ ત્રીજી એપ્રિલ સુધી સદંતર બંધ રહેશે
રાજકોટ: સૌરાષ્ટ્રના અગ્રણી ગણાતા અને રોજિંદા કરોડો રૂપિયાનું ટર્ન ઓવર ધરાવતા ગોંડલ માર્કેટીંગ યાર્ડના ચેરમેન ગોપાલભાઈ શિંગાળા જણાવ્યું હતું કે, વાઇરસ જોખમકારક બની ચૂક્યો છે અને વિશ્વમાં હજારો લોકો તેના ભરડામાં આવી ચૂક્યા છે. જેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જણાવ્યા અનુસાર રવિવારે જનતા કરફ્યૂ કરવામાં આવશે, તેમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડનું તંત્ર પણ જોડાશે. ત્યારબાદ આગામી 3 એપ્રિલના રોજ રાબેતા મુજબ માર્કેટિંગ યાર્ડ શરૂ થશે.