માંગરોળમાં સુવિધાના અભાવે સ્થાનિકોમાં રોષ, પોલીસ ફરિયાદ દાખલ
જૂનાગઢ: માંગરોળમાં કેશોદ રોડ ઉપર આવેલ શરણંમ એપાર્ટમેન્ટમાં રહીશોએ 15 લાખ રૂપિયામાં મકાનની ખરીદી કરી હતી. ખરીદી સમયે લીપ સહિતની તમામ શરતો લખાણમાં હતી. જ્યારે હાલ આ એપાર્ટમેન્ટના રહીશોએ છેલ્લા ઘણા સમયથી લીપ CCTV કેમેરા સહિતની સુવિધાઓ નહી મળતાં આખરે પોલીસ સ્ટેશનનું શરણ લીધું હતું. આ ઉપરાંત આ એપાર્ટમેન્ટમાં PGVCLનું એકલાખ ઉપરનું બિલ પણ બાકી છે. જેની પણ ભરપાઇ ટૂંક સમયમાં કરવામાં નહીં આવે તો એપાર્ટમેન્ટ વાસીઓને અંધારામાં રહેવાનો વારો આવશે તેવું રહીશોએ જણાવ્યું હતું.