મોરબી જિલ્લામાં વાવાઝોડામાં ખેતીના પાક બચી ગયો
મોરબીઃ જિલ્લા ખેતીવાડી વિભાગના સત્તાવાર આંકડા મુજબ ચાલુ વર્ષે મોરબી જિલ્લામાં 10,792 હેક્ટર જમીનમા ઉનાળુ પાકનું વાવેતર થયું છે. જેમાં 682 હેક્ટરમાં બાજરી, 399 હેક્ટરમાં મગ, 1,015 હેક્ટરમાં અડદ, 1,015 હેક્ટરમાં મગફળી, 2,479 હેકટર જમીનમાં તલ, 1,067 હેક્ટરમાં શાકભાજી અને 4,445 હેકટર જમીનમાં ઘાસચારાનું વાવેતર થયું હતું અને હાલમાં મોટાભાગના ખેડૂતોનો ઉનાળુ પાક તૈયાર થઇ ગયો હતો, પરંતુ ગત 2 દિવસમાં વાવાઝોડાની અસરને કારણે મોરબી જિલ્લામાં તોફાની પવન સાથે વરસાદ વરસતા ખેડૂતોને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. મોરબી જિલ્લામાં ગ્રામસેવકો દ્વારા હાલમાં ખેડૂતોને ઉનાળુ પાકમાં નુકસાન અંગે ગ્રામસેવક દ્વારા સર્વે ચાલુ કરી દેવામાં આવ્યો છે, પરંતુ જિલ્લા ખેતીવાડી અધિકારી વિક્રમસિંહ ચૌહાણે જિલ્લામાં ખેડૂતોને નુકસાન ન હોવાનું અને હાલમાં નુકસાની અંગે કોઈ અહેવાલ હજુ સુધી તેમના પાસે ન આવ્યા હોવાનું જણાવ્યું હતું.