ખેડાના કપડવંજમાં કોરોનાનો કહેર, કલેક્ટરે લીધી મુલાકાત - The Collector visited
ખેડા : જિલ્લામાં દિનપ્રતિદિન કોરોનાના કેસ વધી રહ્યા છે. નડીયાદ સાથે જિલ્લાના કપડવંજ શહેરમાં પણ રોજ કેસમાં વધારો થઈ રહ્યો છે. કપડવંજમાં 29 કેસ નોધાતા લોકો સહિત તંત્ર ચિંતિત બન્યું છે. જેના પગલે આજરોજ શુક્રવારના રોજ કલેક્ટરે કપડવંજ શહેરની મુલાકાત લઈ કામગીરીની સમિક્ષા કરી માર્ગદર્શન આપ્યું હતું. કપડવંજ શહેરમાં કોરોના પોઝિટિવના 29 કેસ છે, ત્યારે સૌ એ માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ જાળવવુ અને પ્રશાસનના નિયમોનુ પાલન કરવા કલેક્ટરે જણાવ્યું હતું. આ ઉપરાંત જે.બી.મહેતા જનરલ હોસ્પિટલની મુલાકાત લઈ કોવિડ સેન્ટર બનાવવા માટે ચર્ચા વિચારણા કરી હતી.