અમદાવાદના બાળકોએ કોરોના વોરિયર્સ બની પોતાનું ટેલેન્ટ બતાવ્યું
અમદાવાદઃ શહેરમાં યોજાયેલી એક સ્પર્ધામાં બાળકોએ કોરોના વોરિયર્સ બની પોતાનું ટેલેન્ટ બતાવ્યું હતું. ગત કેટલાય સમયથી કોરોના વાઇરસ અને લોકડાઉનના કારણે ઘરથી બહાર નહીં નીકળી શકેલા બાળકોની માનસિક સ્થિતિ સુધારવા માટે અમદાવાદની એક સંસ્થા દ્વારા બાળકોને એક મંચ પર લાવવામાં આવ્યા હતા. આ તમામ બાળકોએ કોરોના વોરિયર્સ બની દેશની રક્ષા અને સુરક્ષા કરી રહેલા સાચા કોરોના વોરિયર્સનો અહેસાસ કર્યો હતો. જેથી વર્લ્ડ રેકોર્ડ સંસ્થા દ્વારા આ બાળકોને પ્રમાણપત્ર અને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યું હતું.