દ્વારકામાં ગૂગળી બ્રાહ્મણોએ ગોમતી નદીમાં સ્નાન કરી બદલી જનોઈ - બ્રહ્મપુરી
દેવભૂમિ દ્વારકાઃ આજે 15મી ઓગસ્ટની સાથે-સાથે શ્રાવણ મહિનાના પૂનમ એટલે કે રક્ષાબંધન પણ છે. આજના દિવસે બ્રાહ્મણ વહેલી સવારે ઊઠીને ધાર્મિક વિધિથી યજ્ઞ પવિત્ર એટલે કે જનોઈ બદલવાની વિધિ કરતા હોય છે. દ્વારકાના ગૂગળી 505 બ્રાહ્મણો પવિત્ર યજ્ઞ એટલે કે જનોઈ બદલવાની વિધિ પણ ઉજવે છે. વહેલી સવારે પવિત્ર ગોમતી નદીમાં સ્નાન કરી વિદ્વાન બ્રાહ્મણો પાસે વિધિવત રીતે પૂજા અર્ચના કરે છે. ત્યારબાદ યજ્ઞ પવિત્ર બદલવાના શુભ ચોઘડિયા પ્રમાણે દ્વારકાની 1505 બ્રહ્મપુરીમાં સંસ્કૃત શ્લોકના ઉચ્ચારો સાથે જનોઈ બદલવાની વિધિ કરવામાં આવી હતી.