નડિયાદ પાસે કેનાલમાંથી અજાણ્યા બાળકનો મૃતદેહ મળી આવ્યો - બાળકનો મૃતદેહ મળી આવ્યો
નડિયાદઃ પીપલગ ગામ પાસે આવેલી મહી કેનાલમાંથી અજાણ્યા બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. બાળકની ઉંમર આશરે 15 થી 17 વર્ષ હોવાનું જણાઈ રહયું હતું. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો, નડિયાદ પોલીસ દ્વારા બાળકની ઓળખ તેમજ મોતના કારણ સહિતની વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.