SMCના વૉર્ડ નંબર 18 ભાજપના ઉમેદવારે રાજસ્થાની પરંપરાગત સાફો પહેરીને ઉમેદવારીપત્રક ભર્યું
સુરત : SMC સુરત મહાનગરપાલિકાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે જાતિગત સમીકરણને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ અને ભાજપે પોતાના ઉમેદવારો ઉતાર્યા છે. સુરતની વાત કરવામાં આવે તો, અહીં લાખોની સંખ્યામાં રાજસ્થાની સમાજના લોકો રહે છે. જે કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. જેથી ભાજપે 120માંથી 5 બેઠક રાજસ્થાની સમાજના લોકોને આપી છે. વૉર્ડ નંબર 18 ભાજપના ઉમેદવાર દિનેશ રાજપુરોહિત રાજસ્થાની પરંપરાગત સાફો પહેરીને ઉમેદવારીપત્રક ભરવા આવ્યા હતા.